
આજે ૩૧ જાન્યુઆરી,
બરાબર ચોંસઠ વર્ષ ને એક દિવસ પહેલાં એક વૃધ્ધ વ્યક્તિનું ખુન થયું અને વિશ્વમાં પહેલી વખત કોઈ વ્યક્તિની અંતિમવિધિમાં અભુતપુર્વ મેદની એકઠી થઈ. ૭૮ વર્ષે “અપમૃત્યું”ને ભેટેલ એ વ્યક્તિ એટલે મા ગુર્જરીનું અણમોલ રતન, મોહનદાસ કરમચંદ ગાંધી. એમના વિશે ત્યારે જેટલી ચર્ચાઓ થઈ એના કરતાં ત્યાર પછી વધારે થઈ. એમના જન્મથી લઈને મૃત્યુ સુધીનું જીવન અનેક રીતે ચર્ચામાં રહ્યું. બાળપણની ચોરી હોય કે બીડી પીવાની કબુલાત, આઝાદીની લડત, એની વ્યુહ રચના, આંદોલનો, એની રૂપરેખા, સ્વતંત્રતા માટે જોશભેર મેદાને પડેલા યૌવને અપાતું માર્ગદર્શન, સાદગી, પત્રવ્યવહાર, સ્વરોજગારી, સ્વાવલંબી પણું, સતત વિરોધાભાસી રહેલા નહેરુ અને સરદાર વચ્ચે સુમેળ કદાચ આ બધા વિષયો પર ભારેલા અગ્નિ જેવી પરિસ્થીતિમાં પણ અદભુત રીતે ઊંડાણ પુર્વકની સમજુતી સભર સમાધાન સાક્ષાત કરાવ્યું હતું એ વિભુતીએ.
હા, થોડો ઘણો વિરોધ હોઈ શકે ક્યાંક-ક્યાંક, કોઈ-કોઈ બાબતે. પણ, એ અત્યારની પરિસ્થતિમાં. ત્યારે, એ વખતે, સમય અને સંજોગો પ્રમાણે જો એમનાં સુચનો અવગણવામાં આવ્યાં હોત તો કદાચ આજે આપણે કોઈક બીજી જ દિશામાં ઉભા હોત. આ એક શાશ્વત સત્ય છે.
કદાચ આપણે એ વિરલ વિભુતી વિશે ચર્ચા કરવા પણ અસમર્થ છીએ. આપણે જ્યારે નાની નાની સિધ્ધીઓને લઈને એટલા હરખાઈ જતા હોઈએ છીએ કે તરત જ એની ઉજવણીઓમાં લાગી જતા હોઈએ છીએ એની સામે “ગાંધીજી” જ્યારે દેશની આઝાદીની ઘોષણા થઈ અને ઉજવણીની શરૂઆત થઈ કે ઉજવણી થઈ એ વખતે પશ્ચીમ બંગાળના ગરીબ કુબા એવા નોઆખલીમાં પોતાના હાથે ગંદકી સાફ કરતા હતા. વળી તરત એના કાયમી ઉપાય પ્રશાસન જલ્દીથી શોધી કાઢે એવી માંગણી સાથે ઉપવાસ પર બેઠા હતા.
આજે વિશ્વનો દરેક દેશમાં ઓછામાં ઓછો એક રોડ “મહાત્મા ગાંધી રોડ” છે. આજે વિશ્વના દરેકે દરેક દેશમાં ઓછામાં ઓછા એક ચોકનું નાંમ “મહાત્મા ગાંધી ચોક” છે.
શું આ “મહાત્મા”નું સન્માન નથી???
શું આ “દેશ”નું સન્માન નથી????
આજે અહીં પ્રસ્તુત છે મહાત્માના જીવન કવનને વણી લેતા કેટલાક અલભ્ય અને ઓરીજીનલ ફોટોગ્રાફ્સની ઝાંખી…
મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯ થી ૧૯૪૮)

મહાત્માના બાપુજીઃ કરમચંદ ગાંધી

મહાત્માનાં માતાઃ પુતળી બાઈ

બાળ ગાંધી

કિશોર ગાંધી

મહાત્મા દક્ષિણ આફ્રિકામાં : વર્ષ - ૧૮૯૫

વકીલ ગાંધી

વિદેશી વસ્ત્રોમાં ૧૯ વર્ષના ગાંધી

યુવા ગાંધી

દક્ષિણ આફ્રિકાથી પરત ફરતાં કસ્તુરબા સાથે ગાંધી

સહકર્મીઓ સાથે દક્ષિણ આફ્રિકામાં

દક્ષિણ આફ્રિકામાં મિત્રો સાથે

પત્ની કસ્તુરબા સાથે પરંપરાગત શૈલીમાં

અનુયાયીઓને ઉપદેશ આપતા ગાંધી

ટ્રેઈનમાંથી અનુયાયીઓને સંબોધતા ગાંધી

ઈંગ્લેંન્ડના ડાઉનીંગ સ્ટ્રીટમાં ખાદીધારી ગાંધી

ડાઉનીંગ સ્ટ્રીટમાં મુલાકાત

ડાઉનીંગ સ્ટ્રીટ, લંડનમાં ખાદીધારી હસતું હાસ્ય

માર્ગદર્શક ગાંધી

મીઠા સત્યાગ્રહમાં ગાંધી

ઐતેહાસિક દાંડીયાત્રા

મીઠું ઉપાડતા ગાંધી

અદભુત સ્મિતસભર, સાલસ ગાંધી

સહયોગીઓ સાથે ટ્રેઈનમાં ગાંધી

દત્તક પુત્રીઓ મનુ અને આભા સાથે હસમુખ ગાંધી

ખાન અબ્દુલ ગફાર ખાન સાથે સવારની સહેલગાહે ગાંધી

મનુ અને આભા સાથે પ્રાર્થના સભા તરફ જતા બાપુ

નહેરૂ સાથે ખુશખુશાલ મુદ્રામાં

નહેરૂ સાથે આઝાદી અંગે ગંભીર ચર્ચામાં ગાંધી

અગત્યના ડ્રાફ્ટ અંગે નહેરૂ સાથે ચર્ચા

ચાર્લી ચેપ્લીન સાથે લંડનમાં

લાન્સશાયરની એક મિલના કર્મચારીઓ સાથે, વર્ષઃ ૧૯૩૧

મીઠા સત્યાગ્રહમાં અભુતપુર્વ મેદનીને સંબોધન

મોહમ્મદ અલી ઝીણા સાથે, વર્ષઃ ૧૯૪૪

નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે, વર્ષઃ ૧૯૩૮

ખુંખાર સામ્રાજ્યને હંફાવનાર સોહામણું હાસ્ય

મીઠા સત્યાગ્રહના નેતા ગાંધી

બાળક સાથે મસ્તીના મુડમાં ગાંધી

ચરખો કાંતતા ગાંધી

સમાચાર વાંચતા ગાંધી

કસ્તુરબા સાથે વૃધ્ધ ગાંધી

ઉપવાસમાં બેઠેલા ગાંધી

પ્રાર્થના સભા તરફ બાપુનું છેલ્લું પ્રયાણ

બાપુની એક અંતિમ ઝલક મેળવવા એકઠી થયેલી જંગી મેદની

બાપુની અંતિમ ઝાંખી

આકર્ષક અને સતત પ્રેરણા વેરતું સ્મિતઃ બાપુ

તસવીર સૌજન્યઃhttp://www.iloveindia.com/
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શત્ શત્ વંદન
[તમામ તસવીરોઃ http://www.unp.me/]
:: રંગીન ફટાકડો ::
સત્ય મેવ જયતે
અને અંતિમ સત્ય, મૃત્યું…
કોઈ શક???